Home> India
Advertisement
Prev
Next

Navratri 2020: ચોથે નોરતે કરો માતા કુષ્માંડાની પૂજા અર્ચના, સંકટમાંથી અપાવશે મુક્તિ!

નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતા દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે ચોથું નોરતુ છે. આજના દિવસે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. પોતાના મરક મરક હાસ્યથી બ્રહ્માંડનું નિર્માણ કરનારા માતા કુષ્માંડા સૃષ્ટિનું આદિ સ્વરૂપ છે. કહે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહતું, ચારે બાજુ ઘનઘોર અંધારું હતું. ત્યારે માતા કુષ્માંડાએ પોતાના હાથોથી આ સૃષ્ટિની રચના કરી હતી. અષ્ટભૂજા રૂપમમાં માતા કુષ્માંડાનું રૂપ આઠ દિશાઓ દર્શાવે છે. 

Navratri 2020: ચોથે નોરતે કરો માતા કુષ્માંડાની પૂજા અર્ચના, સંકટમાંથી અપાવશે મુક્તિ!

નવી દિલ્હી: નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતા દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે ચોથું નોરતુ છે. આજના દિવસે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. પોતાના મરક મરક હાસ્યથી બ્રહ્માંડનું નિર્માણ કરનારા માતા કુષ્માંડા સૃષ્ટિનું આદિ સ્વરૂપ છે. કહે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહતું, ચારે બાજુ ઘનઘોર અંધારું હતું. ત્યારે માતા કુષ્માંડાએ પોતાના હાથોથી આ સૃષ્ટિની રચના કરી હતી. અષ્ટભૂજા રૂપમમાં માતા કુષ્માંડાનું રૂપ આઠ દિશાઓ દર્શાવે છે. 

fallbacks

શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ક્ષમતા અન્ય દેવી દેવતાઓમાં નથી તે તમામ માતા કુષ્માંડામાં રહેલી છે. તેઓ સૂર્યલોકમાં વાસ કરે છે. માતા કુષ્માંડા અષ્ટભૂજા ધરાવે છે. તેમના સાત હાથોમાં ક્રમશ: કમંડળ, ધનુષ, બાણ, કમળ પુષ્પ, અમૃતપૂર્ણ કળશ. ચક્ર અને ગદા છે. આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓને આપનારી જપમાળા છે. માન્યતા છે કે માતા કુષ્માંડાની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે અને પરિવારને કલેહથી મુક્તિ મળે છે. 

સંકટોમાંથી અપાવે છે મુક્તિ
માન્યતા છે કે માતા કુષ્માંડાની વિધિ વિધાનથી પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે. માતા કુષ્માંડા સંસારના અનેક કષ્ટો અને સંકટોમાંથી મુક્તિ અપાવે છે. આ દિવસે લાલ રંગના ફૂલોથી પૂજા કરવાની પરંપરા છે. કારણ કે માતા કુષ્માંડાને લાલ રંગના ફૂલો અતિ પ્રિય છે. માં કુષ્માંડાની પૂજા કર્યા બાદ દુર્ગા ચાલિસા અને માતા દુર્ગાની આરતી જરૂર કરવી જોઈએ. 

માતા કુષ્માંડાની પૂજા વિધિ
સૌથી પહેલા ઘરમાં કળશ સ્થાપના કરીને ગણપતિની પૂજા કરો. ત્યારબાદ માતાની સાથે અન્ય દેવી દેવતાઓની પૂજા કરો. તેમની પૂજા બાદ દેવી કુષ્માંડાની પૂજા શરૂ કરો. સૌથી પહેલા હાથોમાં ફૂલ લઈને માતા કુષ્માંડાને પ્રણામ કરો. ત્યારબાદ પૂજન અને વ્રતનો સંકલ્પ લો અને વૈદિક રીતે સપ્તશતી મંત્રોથી માતા કુષ્માંડા સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓની પૂજા કરો. ધૂપ દીપ, ફળ, પાન, દક્ષિણા, ચઢાવો અને મંત્રોપચારની સાથે પુષ્પાંજલિ અર્પણ કરો. ત્યારબાદ માતાને પ્રસાદ અર્પણ કરો અને આરતી કરો. ત્યારબાદ પરિવારના સભ્યો અને અન્ય લોકોને આ પ્રસાદ વહેંચી દો. 

માતા કુષ્માંડાના ઉપાસના મંત્ર

वन्दे वाञ्छित कामार्थे चन्द्रार्धकृतशेखराम्.
सिंहरूढ़ा अष्टभुजा कूष्माण्डा यशस्विनीम्॥

सुरासम्पूर्णकलशं रूधिराप्लुतमेव च. दधाना.
हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥

માતા કુષ્માંડાને લગાવો આ ભોગ
પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે માતાના ચોથા સ્વરૂપને માલપુવા ખુબ ભાવે છે. ગ્રંથોમાં કહેવાયું છે કે માલપુઆનો ભોગ લગાવવાથી માતા પ્રસન્ન થાય છે અને મનુષ્યને કષ્ટો અને દુ:ખોથી મુક્તિ મળે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More